શ્રી દેવીપૂજક વાઘરી જ્ઞાતિની શાખો અને ગયઢા(પૂર્વજો), કૂળદેવીઓ
દેવીપુજક-વાઘરી સમાજમાં વિવિધ શાખો છે, મોટા ભાગની શાખો બારોટના ચોપડે મંડાયેલ છે, એમ છતાં ઘણી શાખોના નામ મંડાયેલ નથી, પરંતુ જ્ઞાતિમાં ઘટ વહેવારમાંછે. અને ચોપડે ચડેલ શાખો ઉપરાંત મને મળેલ માહિતિ મુજબની શાખો ની યાદી તથા તેઓના અસલના મૂળ વડવા પૂર્વજદાદા(ગયઢા) અને મુખ્ય કુળદેવી – માતાજીની યાદી પ્રસ્તુત છે. અન્ય દેવસ્થાનો સાથે હોય જ છે. પરંતુ મુખ્ય દેવીના નામ લખેલ છે.
ભારત ભરમાં વસતા દેવીપૂજક – ગામેચા વાઘરી અથવા દેશી વાધરી ગણાતી જ્ઞાતિના મૂળ બારોટ શ્રી દેવીદાન બારોટે સૌપ્રથમ જ્ઞાતિની વંશાવળી કોંઢ ગામે માંડી, ત્યાર બાદ તે અસલ ચોપડા તેમના વંશ ના છેલ્લા ગેલા બારોટ અને ત્યાર બાદ તેમના ભાણેજ કાળા બારોટ પાસે આવ્યા. આપણાં સમાજના હાલ માન્ય અધિકૃત બારોટ શ્રી કળા બારોટ અને તેના દિકરા વિનુભાઈ બારોટ આ ચોપડા સંભાળે છે અને રાજકોટ, બેડીપરા, પેડોક પાસે માતાજીનુંમંદિર બનાવી ત્યાં ચોપડાઓ રાખી ધૂપ, દીપ, પુજા કરે છે.
મને આ પુસ્તકમાં જ્ઞાતિની શાખોની માહિતી-વિગતો મુખ્યત્વે આપણાં સમાજના બારોટ પાસેથી અને અસલના મંડાણના ચોપડામાંથી મળેલ છે. આ પુસ્તકમાં બારોટના ચોપડામાં ગડેલ ન હોય તેવી શાખો અને તેની વિગત માહિતી પણ ચડાવેલ છે, જે મને મારા પ્રવાસ અને લોક સંપર્ક દ્વારા મળેલ છે. મોટે ભાગે ગામ છાપ ઉપરથી શાખો પડેલ છે.
ઉપર મુજબની વિગત છાપવાનો મૈં કરેલ પ્રયાસ ભારતભરમાં આપણા સમાજમાં પહેલો જ છે.
જેમાં કોઈ પણ જાતની ત્રૂઢિ ખામી – ભૂલ રહેલ હોય તો મોટું મન રાખી માફ કરવાની પ્રથમથી જ પ્રાર્થના કરું છું,,
દેવી પૂજક - વાઘરી સમાજ મૂળ સૌરાષ્ટ ગુજરાત વસે છે પરંતુ ધંધા રોજગાર અર્થે તે ભારત ભરમાં વસવાટ કરવા લાગે છે. પરંતુ જુના સમયમાં રખડતી ભટકતી જાતિ હતી.અને જે જે પ્રદેશોમાં વસવાટ કરીને સ્થાયી થઈ ગયા. વાઘરી કે અન્ય નામો પ્રદેશ પ્રમાણે જુદા જુદા જાણવા મળેલ છે. જેની વિગત નીચે પ્રમાણ છે..
દેવીપૂજક ના અલગ અલગ નામો અલગ અલગ રાજ્ય માં બોલાતા.....
ગુજરાત - વાઘરી ( ગુજરાત માં દેવીપૂજક )
યુપી - બાવરી કે બાઉરી
મદ્રાસ - કોરવા
બંગાળ - બાગજી
બિહાર - બહેલીયા
મધ્ય પ્રદેશ - પારધી
રાજસ્થાન - બાવરીય
યુપી - બાવરી કે બાઉરી
મદ્રાસ - કોરવા
બંગાળ - બાગજી
બિહાર - બહેલીયા
મધ્ય પ્રદેશ - પારધી
રાજસ્થાન - બાવરીય
વેડવા વાઘરી - પટણી વાઘરી - સુંવાળીયા વાઘરી - વાઢિયારા વાઘરી - મારવાડી વાઘરી ની શાખો.....
1. મિડોળીયા ( મણદરિયા ) 2. જીલીયા
3. ચાડમીયા 4. માથાસુરીયા
5. સરોલીયા 6. વાઘેલીયા
7. જખાણીયા
સુંવાળીયા વાઘરી ની શાખો
1. કણસાગરીયા 2. સુવારીયા
3. ચોરોલીયા 4. બરસાળીયા
5. વાહણકિયા 6. કોરીયા
7. ઈન્દરિયા 8. તનેટિયા
વાઢિયારા વાઘરી ની શાખો
1. શંકેસરીયા 2. લોલાડિયા
3.કુંવારીયા 4. મોસપરા
5. આદણીયારા 6. થારકિયા
7. વારયા 8.રાફકુયાં
9. વાઢિયારા 10. સુરેલા
11. સમીચા 12. વરાણીયા
13. જંજવાડીયા 14. ગમેચીયા
15. દધાણીયા 16. કોરી
17. દુદશીયા 18. જમનપરીયા
Keep it up 👍
ReplyDeleteJay 🙏🏻 mataji Jay 🙏🏻 devipujak
ReplyDeleteKhub saras 🙏 Jay mataji
ReplyDeleteઆ બારોટ નો નબર હોઈ તો મને આપોને ભાઈ
ReplyDeleteઆ બારોટ નો નંબર આપો.
ReplyDelete