- શ્રી દેવીપૂજક વાઘરી જ્ઞાતિની શાખો અને ગયઢા(પૂર્વજો), કૂળદેવીઓ દેવીપૂજક વાઘરી સમાજમાં વિવિધ શાખો છે,
મોટા ભાગની શાખો બારોટના ચોપડે મંડાયેલ છે, એમા છતાં પછી શાખોના નામ મંડાયેલ નથી, પરંતુ જ્ઞાતિમાં વટ વહેવારમાટે. અત્રે ચોપડે ચલ શાખા ઉપરાંત મને મળેલ માહિતિ મુજબની શાખો ની યાદી તથા તેનાના નસલના મૂળ વા પૂર્વજદાદા(ગયઢા) અને મુખ્ય કુળદેવી – માતાજીની યાદી પ્રસ્તુત છે. અન્ય દેવસ્થાનો સાથે હોય જ છે. પરંતુ મુખ્ય દેવીના નામ લખેલ છે.
ભારત ભરમાં વસતા દેવીપુજક – ગામેચા વાઘ૨ી અથવા દેશી વાપરી ગણાતી જ્ઞાતિના મૂળ બારોટ શ્રી દેવીદાન બારોટે સૌપ્રથમ કૃતિની વંશાવળી કોંઢ ગામે માંડી, ત્યાર બાદ તે અસલ ચોપડા તેમના વંશ ના કેટલા ગેલા બારોટ અને ત્યાર બાદ તેમના ભાણેજ કાળા બારોટ પાસે આવ્યા. આપણાં સમાજના હાલ માન્ય અધિકૃત બારોટ શ્રી કાળા બારોટ અને તેના દિકરા વિનુભાઈ બારોટ આ ચોપડા સંભાળે છે
અને રાજકોટ, બેડીપરા, કોક પાસે માતાજીનુંમંદિર બનાવી ત્યાં ચોંપડાઓ રાખી ધૂપ, દીપ, પૂજા કરે છે.
મને આ પુસ્તકમાં જ્ઞાતિની શાખોની માહિતી-વિગતો મુખ્યત્વે આપણા સમાજના બારોટ પાસેથી
અને અસલના મંડાળના ચોપડામાંથી મળેલ છે.
આ પુસ્તકમાં બારોટના ચોપડામાં ગડેલ ન હોય તેવી
શાખી અને તેની વિગત માહિતી પણ ચડાવેલ છે, જે મને મારા પ્રવાસ અને લોક સંપર્ક દ્વારા મળેલ છે.
મોટા ભાગે ગામ છાપ ઉ૫૨થી શાખો પડેલ છે,
ઉપર મુજબની વિગત છાપવાનો મુમ્બ કરેલ પ્રયાસ ભારતભરમાં આપણા સમાજમાં પહેલો જ છે, જેમાં કોઈ પણ જાતની ત્રુટિ ખામી ભૂલ સેલ હોય તો મોટું મન રાખી માફ કરવાની પ્રથમથી જ
પ્રાર્થના કરૂ છું.
No comments:
Post a Comment