દેવીપૂજક - વાઘરી સમાજ ના દેવસ્થાનો
એક જમાનો એવો હતો જયારે માનવ સમાજ માં વાઘરી જ્ઞાતિનું કોઈ માન-સન્માન ન હતું. દરબારો અને સવર્ણ ગણાતા લોકો આપણી જ્ઞાતિને “વાઘરા" એમ ક્હી ને તિરસ્કૃત કરતા હતા. આવા કા૨ણોથી વાઘરી સમાજના બળણે લા સુધરેલા ગણાના અને બે પૈસા થતા સુખી થઈ ગયા. હોય અને એ લોકમાં ઘણી જગ્યાએ પોતાની જ્ઞાતિ છુપાવીને અને બીજી જ્ઞાતિના થઈને રહેતા હોવાનું પણ જાણમાં આવેલ છે. પરંતુ થોડા સમથથી સામાજીક સુધારણા-શિક્ષણ અને આપણા સમાજમાં થયેલ પ્રગતિ તેમજ આર્થિક વિકાસ વિગેરે કારણોસર આપણા સમાજની સામાજીક સ્થિતિમાં ઠીક ઠાક એવું પરિવર્તન આવ્યુ છે. એમ પણ ગુજરાત સરકારે વાઘરી સમાજની લાગણી ને ધ્યાન માં લઈને “દેવી પૂજક” એવું સન્માન જનક નામ આપ્યા બાદ જાણે થર્મ જાગૃત થયું હોય તેમ લાગ છે....
વાધરી સમાજનો જુનો વ્યવસાય દાતણ કાપી વેચવાનો, શાકભાજી કે તરબૂચ -ટેટીના નદી માં વાડા વાવવાનો કરતા હતા. નદી કાંઠે કે ગામમાં ઓટો ગોખલો બનાવીને માતાજીનું પૂજન-નિવેદ કરતા હતા. એમ કહેવાય છે કે જુના વખતમાં માતાજી ઈંટ ઉપર ઈટ મૂકી ઓટો બનાવવા કે મઢ -મંદિર બનાવવા દેવાની રજા આપતા ન હતા. પરંતુ હવે દયા કરી હોય તેમ લાગે છે. જેથી હવે ઘણી જગ્યાએ રહેઠાંણ બનાવીને રહેવા માટે સક્ષમ બનેલ છે. તે જ રીતે દેવી માતાનામઢ મંદિરો માં સુધારણા કરીને વિશાળ મંદિરો-દેવસ્થાનો દર્શનિય બનાવીને શ્રધ્ધા પૂર્વક પૂજન કરી રહેછે.
આવા અમુક દેવી- દાદા સંતોના જાગૃત દેવસ્થાનોની મને મળી શકેલ માહિતિ અને પરિચય થયેલ છે તેવી જગ્યાઓ વિશે લખવા નો પ્રયાસ કરેલ છે. મારી સમજ અને માન્યતા મુજબ વાઘરી સમાજમાં દરેક ને પોતાના કુળદેવીનું સ્થાનક હોય જ છે. પરંતુ અમુક મઢ મંદિરો જાણે સાર્વજનિક સ્વરૂપના છે, જેમા સેવા પૂજા કે માનતા માટે દેવીપૂજક વાઘ૨ી સમાજની કોઈપણ શાખા ના ભાઈ બહેનો ઉપરાંત લોકસમાજ પણ આવા ધર્મસ્થાનોએ માનતા- બાધા રાખી પૂજા નિવેદ ધૂપ-દિપ કરેછે, પ્રસાદ લે છે અને પોત પોતાની શ્રદ્ધા મુજબ કોઈપણ જાતના પ્રતિબંધ વગર દર્શન કરવા આવે છે. આવા દેવી પુજક વાધરી સમાજના દેવસ્થાનોમાં સવર્ણ સમાજ પણ માનતા કરી યોગ્ય ફળ પોતાની શ્રદ્ધા -ભક્તિ મુજબ પ્રાપ્ત કરે છે. આ રીતે આવા દેવસ્થાનો જે લોક સમાજમાં પણ માન્યતા ધરાવે છે અને તેમની આસ્થાના કેન્દ્રો છે જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે. આવા ધર્મસ્થાનો - દેવીપૂજક – વાઘરી સમાજના જાગૃત દેવસ્થાનોની માહીતિ મને મળી છે તે મુજબ રજુ કરવા પ્રયાસ કરેલ છે, તેમાં જો કાંઈ ભૂલ. સુક દોષ કે અધૂરી રહી ગઈહોય તો માફ કર જો.....

No comments:
Post a Comment