ભગા - અણદાની મેલડી (સાયલા ગામ ) ઇતિહાસ
ભગતના ગામ તરીકે વિખ્યાત ગામ સાયલા એ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ છે. આ ગામનું નામ લાલજી મહારાજ થઈ ગયા તેથી છે, ત્યાં ભવ્ય મંદિર છે અને અન્નક્ષેત્ર ચાલુ છે. તીર્થધામ સમાન આ ગામના મહાજનનું વર્ચસ્વ ખુબજ રહેલ હતુ. આ ગામ સાયલા, દેવીપૂજક-વાઘરી સમાજ માટે પણ યાત્રાધામ સમાન છે. કારણ કે, ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામમાં માતા મેલડી જે ભગા અણદા ની મેલડી તરીકે જગ વિખ્યાત છે. વાઘરી સમાજમાં ઉઘરેજીયા શાખમાં થઈ ગયેલ ભુવા શ્રી અણદા દાદા અને ભુવા શ્રી ભગવાન ભગાદાદા અને તેની પરંપરા વધારનાર ભુવા શ્રી જલુદાદા અને હાલ ના ભુવા શ્રી મંગા ભુવા – માં મેલડી ની સેવા પૂજા કરે છે અને માતા મેલડી દુ:ખીયાના દુઃખ દુર કરે છે. માં મેલડીના મઢે કાયમને માટે માનતાઓ આવે છે અને ભારતભરમાં વસતા તમામ શાખના વાધરી ભાઈ બહેનો તો ખરા પરંતુ અઢારેય વરણ ના લોકો મેલડી માતાના દર્શન-પૂજન અને માનતા ચડાવવા માટે આવે છે. મેલડીમાં દરેકની ઈચ્છા પુરી કરે છે, તેના પ્રગટ પરચા જંગ જાહેર છે. આ ઉગતાની મેલડી જે ભગા -અણદાની મેલડી તરીકે ઓખાય છે. અને દેવીપૂજક વાઘરી સમાજ - નાતનો વિસામો છે. જાગૃત દેવી એ જાગતું પીરાણુ છે. આ જગ્યાનો ઈતિહાસ ટૂંક
માંઆ પ્રમાણે જાણવા મળેલ છે.
સાયલાની જગ્યામાં રહેતા અને ગરીબી ની જીંદગી ગુજારતા પરિવારના ઉકાભાઈ ઉઘરેજીયા દાંતણ કાપી વહેચીને પોતાની પત્નિ કુંઢિયાની દિકરી રાજીબેન અને પુત્ર વેલાનું ગુજરાન ચલાવી રહેતા હતા. તે ગામમાં રાજનો માનીતો ગાણાતો મોતી પારગલો રાજનો વેરો ઉઘરાવે. ઉકાદાદા પાસે રૂપિયા ભારનો બાકી નિકળતો વેરો ઉઘરાવવા મોતીડાં એ કડક ઉઘરાણી કરી, “રૂપિયા ભરી શકો તેમ નો હોય તો તારા દિકરા વેલકાને ગીરવે મૂકી જા” એવા આકરા વેણ સાંભળીને ઉકાદાદા ઉપર આભ તૂટી પડ્યું. એકના એક દિકરા વેલકા પર આફત ઉતરતા ઉકાદાદાને ઓશિયાળુ આસુંડુ પાડીને માં મલડોને ઘા પોકાર કર્યો. માતાએ સન્મુખ સાંભળયો , જેથી મેલડી માતાનો પ્રકોપ મોતી પારગલા ઉપર ઉતર્યો તેના પર રાજની ચોરીનો આરોપ આવ્યો અને રાજ તરફથી કેદ કરવામાં આવ્યો. મોતીડા પર અચાનક આવેલ આફતથી તે કેદખાના માં વિચાર કરવા લાગ્યો ત્યારે મેલડીમાંએ કહ્યું –હું ઉકલા ઉઘરેજીયાની દેવી મેલડી છું, મને ઓળખી ?‘ મોતીડો માતાજીની વાણી સાંભળીને કરગરવા લાગ્યો અને પોતાને માફ કરવા વિનતી કરવા લાગ્યો. દેવીનો અવાજ સંભળાયો કે –' સવામણ નો તાવો અને એક બોકડો માનતાનો લઈને આવજે અને તારા મુખેજ મારે ખાવું છે, આ વાત ઉક્લાને કહેજે,અને જો કાલે સવારમાં તને છોડાવુ તો માનજે કે હું મેલડી બોલીતી" માની પ્રેરણાથી સવારમાં રાજ તરફથી મોતીડા ને છોડી મુકયો . ત્યારે માનતા લઈને મોતીડો , ઉકલા પાસે ગયો અને માતાજીના વેલની વાત કરી.પરંતુ રાજના માણસનો ભરોસો કેમ પડે, બોકડાની બલી આપતા સાયલાનું મહાજન વિફરે અને રાજનો કોપ ઉતરી પડે તો આવા બીક બોલી માં વિશ્વાસ ડગી જતા ઉકલાએ ગોળનો બોકડો બનાવીને મોતીડાના પારગલાના હાથે માતાને જમાડી. ઉક્લાએ માતાજી નો વિશ્વાસ તોડયો તેથી પોતાની દેવી માતા મુગલી ભરૂચી, રૂપે, મેલડી નારાજ થઈને આંખમીચી ગઈ અને ઉક્લાનું બાવડુ મુકી દીધું. તેનો એકનો એક દિકરો વેલકો મરણ પામ્યો. શોક અને આઘાતવશ ઉકલો પાગલ સમાન બની ગામો ગામ ભટકવા લાગ્યો.
જયા જયા જાય ત્યાં ત્યાં વાત કરે કે "મારી કુળદેવી રૂઠેલ છે.—મારા પર ક્રોધીત છે, કોઈ નાંતિલા તેને પાછી વાળે આવી વાતો કહેતો.
ભાલ પ્રદેશમાં આવેલ અડવાળ ગામમાં રાફુકીયા શાખના વાઘરી રહે, ત્યાં મઢે જઇને ઊક્લાએ પોતાની દુખભરી કહાની કહી , જે સાંભળીને સમજદાર એવા અમરા રાફુકીયા અને નાતિલાઓ એ ઉકાદાદાને ધીરજ બંધાવી. મઢે ભેગા મળીને માતાનો પાટ નાખી અને પોતાની દેવી અને ઉકાદાદા ની દેવી ને પુછ્યું . વૈણ બાંધી માતાને વિનવી ને કહ્યું. માં મેલડી રેવાદે માડી, ઉકલાને જીવાડી ને જગડો કર જે માડી " માતાએ જવાબ દીધો કે નાતીલાઓ, ઉક્લાએ મારી બોલી પાળી નહી , અને મને છેતરી છે, પણ તમે નાતની વિનવણી થી પાછી વળુ છું.” આમ માતાના પ્રકોપ અને ક્રોધ માંથી ઉકાદાદા મુક્ત થયા.ત્યાર બાદ અમરાદાદાએ પોતાની બેન પ્રેમાના લગ્ન ઉકાદાદા સાથે કરાવ્યા. સમય જતા ઉકાદાદાને ઘેર પારણુ બંધાયું અને તેના ઘરે દિકરા અણદાનો જન્મ થયો. ગયેલી વળતા ઉકાદાદાને માટે સુખનો સૂરજ ઉગ્યો. અને સંતોષપૂર્વક જીવન વ્યતિત થવા લાગ્યું, દાદા અણદા મોસાળમાં મોટા થવા લાગ્યા. અને યુવાન થયા. સમય
જતા ઉકાદાદાનું અવસાન થયું.
અમરા રાફૂકીયાયાના પત્નિએ ધંધુકા પાસે આવેલ પડાણા ગામના ભીખાભાઇ કાવઠીયાયાની બેન જેઠી હતા. અમરાદાદા બીમાર પડતા મરણ પથારી એ પડ્યા .પોતાના આયખાનો અણસાર પામી જતા તેમણે પોતાના કુટુંબ-પરિવારને બોલાવ્યા અને પુછ્યું "ભઈલાઓ . મારા કોઈ મિલકતમાં કોઈપણ નો ભાગ છે ?" બધાએ કહ્યું. “ના દાદા, તમે તમારા મિલકત ના તો સુવાંગ હકદાર છો, તમે જેને જે કાંઈ આપવુ હોય તે આપી શકો છો. ત્યાર બાદ દાદાઅમરા એ પોતાની પત્નિ જેઠી ને બોલાવીને પૂછ્યું "મારી આખરી ઈચ્છા પૂરી કરીશ“ માંજેઠીએ હા કહેતાજ અમરાદાદાએ પોતાના ભાણેજ અણદા ને બોલાવીને પોતાની પત્નિ જેઠીનો હાથ પકડી પોતાના ભાણેજ ના હાથ માં સોપી અને કહ્યું. “અણદા આને તું પત્નિ તરીકે સ્વિકાર જે અને તારો વંશવેલો વધારજે" ભગત જલારામની જેમ પત્નિનો હાથ આપી દાદા અમરાએ પોતાની આખો મીચી દીધા.
થોડા દિવસ અડવાળ અને થોડા દિવસ સાયલા એમ બંને જગ્યાએ દાદા અણદાએ બંને પરિવાર પ્રત્યે ફરજ બજાવી. સમય જતા મોસાળમાં બધાને ભેગા કરી દાદા અણદાએ કહ્યું " જાજી જહના મારા મોસાળ અને મારી મોસાળી દેવીને પણ હવે રજા આપો તો અમારા ગામ જઈને વસવાટ કરીએ" જાજા રામરામ કરીને મોસાળમાંથી માં જેઠી અને દાદાઅણદા સાયલાની જગત પર આવીને રહેવા લાગ્યા. અને માતાજીનીસેવા ભક્તિ કરવા લાગ્યા.
જેઠીમાના માથાના વાળ ખુબ લાંબા હતા. કહેવાય છે કે માતાજીનું વાસીદુ પોતાના વાળથી જેઠીમાં વાળતા. સમય પસાર થવા લાગ્યો. એક દીવસ ના સમયે માં જેઠી અણદાદાદા પાસે આવીને ઉભા રહ્યા અને ઔશિયાળા આસુડા પાડવા લાગ્યા. જેઠીમાંની મનની વાત પારખીને હાકાપાહકા એવા મેલડી માતા નો ઓતાર દાદાઅણદા ને આવ્યો અને બોલ્યા "જા...જા.. મારી જેઠી.. તારા ઘરે નામધારી દિકરો આપુ અને બાપ અણદા કરતાય સવાયો ભગલો આપુ. મલકમાં ભગા-અણદાની મેલડીના નામે હું ઓળખાઈશ." ધરમ ના બોલ ચોક્કસ ફળે જ . એમ સમય જતાં દાદા ભગવાનનો જન્મ માંજેઠીના પેટે થયો સાયલાની જગતમાં મેલડીમાતા દરેકને શ્રદ્ધા પ્રમાણે ફળ આપવા લાગી, જેવી દાદા અણદાની દેવીની વાહ વાહ દિશામા ફેલાવા લાગી...

દાદા ભગવાન મોટા થવા લાગ્યા. તેની પાસે એક સંધડી ભેંસ હતી. જે ભગાદાદા ને ખુબ જ પ્રિય અને વ્હાલી હતી. આ ભેંસના દૂધ માંથી ઘી બનાવી. મેલડી માતાજી ના દીવા કરવામાં આવતા હતા.
એવામાં રાજના કુંવરીબાના લગ્ન લેવાયા.તે જમાનામાં લગ્ન વખતે દિકરીને દાયજામાં , હાથી. ઘોડા , ગાય, ભેંસ વિગેરે આપવાનો રિવાજ હતો. ભગાદાદા ની ભેંસ સાયલામાં ખૂબજ વખણા હતી. જેથી રાજના સિપાહી આવી ને ભગાદાદાની સંધડી ભેંસ ખીલેથી છોડીને જબરીપૂર્વક લઈ ગયા અને રાજકુંવરીને કરિયાવરમાં મોકલાવી દીધી. રાજના આ જુલ્મ સામે દાદાભગા લાચાર બનીને બેસી રહ્યા . અને હવે મારે જીવી ને શું કરવું છે તેમ કહી અન્ન જળનો ત્યાગ કરી દીધો તે બબડવા લાગ્યા. “મારી દેવી નું દિવેલીયુ હરાયું છે" દુઃખી હદયે દાદાભગા એ માં મેલડી પાસે ધા પોકાર કર્યો . ધરમનો ઓરતો આવતા માં મેલડી એ ઉદાસ રહેલ ભગાદાદા ને કહ્યું "રે મારા ભગાલા , દૂધ પીલે હું સંધડી ને લઈને આવુ છું" જે રાજ મા કરયાવર માં ભેંસ આપી હતી તે રાજ મા મેલડી લાગી ત્યાના રજવાડામાં માણસો ધુણવા લાગ્યા, રાણીઓ ધુણવા લાગી સંધડી ભેંસને દોવા જાય તો દૂધને બદલે લોહી ની શેડીયુ નિકાવા લાગી ધુણતા ધુણતા રાણી બોલવા લાગી "હું સાયલાના ભગાની દેવી ઉગતાની દેવી મેલડી છું . મારા ભગલા ને તેની સંધડી ભેંસ પાછી સોંપી દેજો." ભયભીત થયેલા રાજ ના મોણસો એ સાયલા આવી ને દાદાભગાની માફી માંગીને સંધડી ભેંસ પાછી સોંપી દીધી અને આજીજી કરી કે દાદા, હવે તમારી દેવીને પછીવાળો બાપ.. પરંતુ રાજમાંથી ગાંડીયો માર ગયો નહી . જયારે રાજ મા મેલડી માતાની પૂજા થવા લાગી ત્યાર બાદ રાજમા સુખ શાતિ થઈ.
ભગાદાદા ના દિકરા આલાદાદા , પથાદાદા , દાનાદાદા અને છગનદાદા થયા પરંતુ ભુવા તરીકે છગનદાદાના દિકરા જલુદાદા નિમાયા. આ જલુદાદા જલુભગત તરીકે ઓળખાતાં હતા. પરંતુ મેલડીમાતાએ ભગત ને જલુ ભુવા બનાવ્યા . મેલડીમાતા ની ભકિતને કારણે જલુદાદા ના સમયમાં સાયલાની મેલડીએ અસંખ્ય લોકોના પણ દુઃખડા દૂર કર્યાં. જલુ ભુવાનો સમય પૂરો થતા. મેલડીમાં કહ્યું "-મારા સેવક જલુભાની આરસની મૂર્તિ બનાવી મારા મઢડા સામે બેસાડો " માતાજી ના કહેવા મુજબ જલુદાદાના આબેહૂબ આરસની મૂર્તિ બનાવીને માતાના મઢ સન્મુખ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અને માતાની ભેગા તેની પણ પૂજા કરવામાં આવે છે.
સાયલાની જગત પર જુલુદાદા બાદ તેમના નાના દિકરા મંગા ભુવાને મેલડીમાતાએ પોતાના મુંજાવર – ભુવા – સેવક તરીકે નિમેલ છે. હાલમાં મંગા ભુવા પોતાના પૂર્વજોની પરંપરા ના પગલે ચાલીને માતાની સેવા – પૂજા કરે છે. સાયલા મેલડી માતાના દરબારમાં નાતનો વિસામો સવાયો બનેલ છે. મંગાભાઈ ભુવા થયા પછી થોડા સમયમાંજ માં રૂપેણ – મોંગલી – ભરૂચી અને મેલડીમાં ના મઢે ત્રણ-ચાર વખત કુંઢાની જાતર – માનતા થયેલ છે. જેના દર્શન કરવા માટે અમે પણ ભાગ્યશાળી બનેલ છીએ.
–બોલો ભગા- અણદા દાદાની મેલડી માતાની જય –
No comments:
Post a Comment