શ્રી આંબાવાળી માતાજી (ઇન્દોર ) ઇતિહાસ
હું દુઃખીયાની દેવી મારી -પાહે આવનાર દુઃખખીયાના દુ:ખ દૂર કરતા પાછી પડુ તો હું ઈન્દોરની દેવી આંબાવાળી અને વિક્રમની દેવી ચારબાયુ નો કહેવાય ” હું વિશ્વાસુની દેવી મારા વિશ્વાસ ઉપર કોઈ કામણ ઠુમણ કરે કે તંત્ર, મંત્ર, વિધા કરે તેન પાણી જેમ પી જાઉ"મારા પાહે આવતી બેન-દિકરીના વાંજીયા મેણાં ભાંગુ નહિંતો મારા નામની હિન્દુસ્તાનમાં ચાડીયો બાંધજો મારી નાયતો ..
ઉપર મુજબના વેણ જયારે આંબાવાળી માંતા ના ભુવા શ્રી પૂરણસિંહ પરમાર ઘુણી ને કાઢે છે ત્યારે હાજર રહેલ દેવીપુજક – વાઘરી સમાજના લોકો તેમજ અન્ય લોક સમાજ દર્શને આવેલ હોય તે ભાવવીભોર બનીને આંબાવાળી માંનો જયકાર બોલાવવા લાગે છે.
મધ્ય પ્રદેશની મહાનગરી ઈન્દોરના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલ માંઆંબાવાળી એક જાગૃત દેવસ્થાન બની ગયેલ છે. જ્યાં દર રવિવારે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં દેવીપૂજક સમાજના ભાઈ – બહેનો પોતાના દુઃખની કહાની લઈને અથવા દર્શનાર્થે આવેછે પોતાના કાર્યસિધ્ધી માટે આવનાર પાસે ભુવા શ્રી ત્રણ પ્રતિજ્ઞા (બંધણું) લેવડાવે છે. જેમાં કાર્યસિધ્ધીની અવધી સુધીમાં (૧) દારૂ પીવો નહી (૨) જુગાર રમવા નહી (૩) કવા-કંકાસ કરવો નહિં, આટલું બંધન શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક પાલનારના કામ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે, માં આંબાવાળી અને ચા૨બાપુ માતા તેના દુ:ખ દર્દ નાબૂદ કરે છે, તેમાં ભુવાશ્રીની માન્યતા મુજબ દેવી પૂજક સમાજ ની શ્રધ્ધામાં કોઈ કમી રહેતી હોય કે ગમેતેમ પણ તેમનુ ૩૦ થી ૪૦ ટકા લોકોનું કાર્ય ફળે છે, જયારે લોક સમાજ પુર્ણ શ્રદ્ધા -વિશ્વાસ રાખતા હોય તેને ૬૦થી ૭૦ ટકા જેટતા લોકનું કામ માંતા ની દયાથી સફળ થાય છે. બંધણુ બંધાવવા આવનારના પરિવાર માં શિક્ષાનું પ્રમાણ ન દેખાય તેવાને તેમના સંતાનોને ભણાવવા માટેનું સૂચન પણ ભૂવા શ્રી કરે.
શ્રી પૂરણ ભુવા કે જેને બધા ભાવથી માંડી'સંબોધનથી બોલાવે છે. તેઓની સાથે અમારે તા.૨૮/૬/૨૦૦૪ ના રોજ વાતચીત થયેલ તે મુજબ અત્યાર સુધીમાં લગભગ ૨૫,૦૦૦ જેટલા કાયમી મી દારૂપીનારા અને જુગાર રમનારાને આ બદી-દૂર્ગણ થી મુકત કરાવેલ છે. તેમજ આશરે ૧૦૦૦ જેટલા બહેનોના ખોલા ભરી વાંઝીયા મેણા ભાંગેલ છે. તેમના ઘેર પારણા બંધાયેલ છે, અને હાલમાં જે લોકોનું કાર્ય સિધ્ધ થાય તેઓએ બંધણુ છોડાવીને માતાજીના નિવેદની માનતા દેવાની હોય છે. જેમાં એક લીલુ નાળીયેર બોકડો અને તાવો વિગેરે હોય છે. જેની પ્રસાદી આવનાર લોકોને કરાવવામાં આવેછે.
આજથી આશરે નવ વર્ષ પહેલા ઈન્દોરમાં વાઘરી સમાજમાં એક વખા-ડખા ના કારણે થી પૂરણસિંહ ભાઈ જીવાભાઈ ચોવસીયાને નાત બહાર મુકવામાં આવેલ હતા, જેના કારણે નિર્દોષ એવા એકલા પડી ગયેલા શ્રી પૂરણભુવા નોરતા પૂરા કરીને દવા પીને જીવનનો અંત આણવાનો નિર્ણય લીધેલો.
નવરાત્રીના દિવસો હતા. ઘરમાં અજંપાભરી સ્થિતિ માં સુતેલા હતા ત્યારે અડધી રાતે દરવાજાની સાંકળો ખુલી ગઈ. પોતાની વાચા બંધ થઈ ગઈ. કોઈ શક્તિ બળે ઘરે થી બહાર નિકળીને પોતાના ઘર સામે આવેલ દત્તાત્રેય મંદિર સુધી ગયા. ત્યાં આઠ થી દસ વર્ષ ની ઉમરની બાળકી દિકરી −પ્રકાશ સાથે દેખાઈ અને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. શુદબુદ્ધિ ખોઈ ગયેલા પુરણસિંહ ભાઈ પાછળ ચાલતા ચાલતા હાલ જયા આંબો છે, તે જગ્યા એક કુવો અને માતાજીનો ઓટો તથા આંબાનું સૂકુ થડ હતુ. ત્યાં જઈને બાળકીરૂપે પધારેલ માતાજી બેઠા અને પૂરણ ને પણ સામે બેસાડેલ માંતાએ પૂરણ નિમિત બનાવી દુનીયાના દુઃખ દૂર કરવા લોક કલ્યાણ અર્થે ત્રણ શક્તિનું વરદાન આપ્યું જેમાં સહનશક્તિ , યાદશક્તિ અને જનશક્તિ તેમ એક દિવ્ય માળા અર્પણ કરી પ્રમાણ આપવા માટે સૂકા આંબાને લીલો બનાવી પરચો આપ્યો.પાવાગઢથી મહાકાળીમાં ઈન્દોરમા આંબે આવ્યા એટલે તે આંબાવાળી માતા કહેવાયા. તેમજ છ દિવસથી રેઢા આવતા ત્રણ બોકડા આઠમને દિવસે આવ્યા, માતાજીના કહેવા પ્રમાણે તેની બલી ચડાવાઈ . જ્યાં એક નાળીયેર પણ માતાજીને ચડાવવા ભાગ્યેજ કોઈ આવતું હતું ત્યાં આજે અસંખ્ય માનતાઓ આવે છે.
ઉપર મુજબની વાત શ્રી પૂરણ ભુવા એ સ્વમુખે કહેલ છે,
ઈન્દોરમાં માં આંબાવાળીના મંદિર અને મહેમાનોના ગૃહ ના નિર્માંણ માટે દેવીપૂજક સમાજ માંથી એક એક રૂપિયો એકઠો કરવાની પૂરણભુવા શ્રી ની નેમ છે. આ માટે દિલ્હી, મુંબઈ, રાજકોટ વિગર શહેરો ગામોમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાથી દેવીપૂજક સમાજના સુપ્રસિધ્ધ ગાયક શોભાયાત્રા અને દેવડાયરાનું શ્રી કેશુભાઈ ભોજવીયા અને જયશ્રીબેનનો પ્રશંસનિય સહયોગ મળી રહેલ છે. મંદિર નિર્માણ માટે થયેલ આવકમાંથી આંબા ની આજુબાજુના પ્લાટો ખરીદવામાં આવેલ છે અને હાલ મંદિર નિર્માણનું કાર્ય ચાલુ કરવામાં આવેલછે. શ્રીઆંબાવાળી માતાનું ટ્રસ્ટ પણ રજીસ્ટર કરવામાં આવી રહેલ છે.
શ્રી આંબાવાળી માતાનું ભવ્ય મંદિર અને મહેમાનગૃહ બનશે તે દેવીપૂજક સમાજ માટે ગૌરવની વાત હશે. આ મંદિર એ દેવીપૂજક સમાજ માટે ચારધામ ની યાત્રા સ્થળ સમાન બની રહેશે તેવો વિશ્વાસ છે.
દેવીપૂજક સમાજ સિવાય લોક સમાજનો મેળાવળો દર મંગળવારે આંબાવાળી માતાના મંદિરે ભરાય છે. તે વખતે લોકોની શ્રધા અને ભકિત દર્શન જોવા લાયક હોય છે. માંઓબાવાળીના સતથી પ્રભાવીત થઈ ને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી શ્રીમતિ સુમિત્રા મહાજન -સાંચકો -વિધાયક નિગમપાર્ષદો તેમજ સામાજીક આગેવાનો માતાજીના દરબારમાં માથા ટેકવા આવે છે. તેમ દરેક પ્રસંગો નવરાત્રી કે ભાડારો માં પોતાનુ યોગદાન આપેછે.
No comments:
Post a Comment