જોગમાતા મંદિર... ઘોડેવાલા બાબા mandir ( રઘુવીર નગર દિલ્લી )

 


જોગમાતા મંદિર.. ઘોડેવાલા મંદિર ( રઘુવીર નગર દિલ્લી )

            ગુજરાત રાજયના મહેસાણા જીલ્લા અને કડી કલોલ વિભાગમાંથી આવીને દિલ્લી માં સ્થાયી થયેલ ચુંવાળ પ્રદેશના ચુંવાળીયા કે ટોપલીયા વાઘરી સમાજની વસ્તી મોટા ભાગે રઘુવીરનગર વિસ્તારમાં રહે છે. તેમની વસ્તી અંદાજે 50 હજાર જેટલી છે. તેઓની એકતા અને સંગઠનના પ્રતિક સમાન શ્રી ઘોડેવાલા બાબા એટલે કે શ્રી બાબા રામદેવજી મંદિર આશરે 200 વર્ષ કરતા વધુ સમય પહેલા આ એરીયામાં બનાવેલ છે આ મંદિરની ખાસિયત એટલી છે કે આ વિસ્તારના મુખ્ય રોડ અને બસ સ્ટોપને શ્રી બાબા રામદેવજી મંદિરના નામ સાથે જોડવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ ઈ.સ.૧૯૬૪ ની સાલમાં ચુવાળીયા વાઘરી સમાજે પોતાની ટૂંકી આવક માથી પણ ફાળો નિયમિત રીતે એકઠી કરીને રાધનપુર વાળા મહારાજ શ્રી ભાવદાસ બાપુની પ્રેરણાથી થયેલ છે


        શ્રી ઘોડાવાલા બાબા મંદિર ઉપરાંત એક ભવ્ય અને વિશાળ શ્રી જોગમાતા ના મંદિર નુ નિર્માણ પણ થયેલ છે, જેમા માઁ જોગમાતા. હડકમોઈ માતા..મોતીજરા મારાજ, સિતળામાતા અને વિર હનુમાનજીની મુર્તિ પ્રતિષ્ઠા કરવામાંઆવેલ છે. આ મંદિરોના નિર્માણ અને વ્યવસ્થા ખર્ચે માટે રધુવીરનગરમાં વસ્તા તમામ ચુંવાળીયા સમાજના એકે એક ઘરથી હપ્તે રૂપિયા પાંચનો ફાળો ઉઘરાવવામાં આવે છે. તેમજ જે કોઈમે સ્વચ્છએ મોટી ૨કમ આપવી હોય તેમનો જે કારો બોલાવે છે, ઉપરાંત દિલ્લીમાં વસતા અન્ય વાઘરી સમાજ પણ આ મંદિરના લાભાર્થે સ્વચ્છાએ યોગદાન આપે છે.



         ચુંવાળીયા વાધરી સમાજનો મુખ્ય વ્યવસાય જુના કપડાનો છે.  વાસણના બદલામાં કે રોકડથી શહેરમાં ફેરી કરીને જુના કપડા લઈલે છે. તેઓના વેપાર માટે એક જબરજસ્ત જુના



















કપડાની વેપાર માટેની મંડી માર્કેટ પણ સત્તાધિશો ત૨ફ થી આ વિસ્તાર માંજ બનાવવામાં આવેલ છે. જેનુ નામ શ્રી બાબા રામદેવજી પુરાના કપડા વિક્રેતા માર્કેટ (ગુજરાતી વાઘરી સમાજ) છે, જે રજીસ્ટર પણ છે.જેના પ્રધાન તરીકે શ્રી બંસીભાઈ બાબુભાઈ – (ગામ ટ્રેટ) અને શ્રી શ્યામભાઈ ભીખાભાઈ મંડી ઉપપ્રધાન (ગામ – વિરસોડા) તથા અન્ય મેમ્બરો છે.

તદ્ઉપરાંત એક શ્રી કૃષ્ણ મંદિર પણ આજ વિસ્તારમાં ચુંવાળીયા વાઘરી સમાજે બનાવેલ છે. આ બધાકાર્યઅને વ્યવસ્થા માટે ૨૮ આગેવાનો સેવા બજાવી રહેલ છે.


            દર વરસે ભાદરવા સુદ એકમ(૧) થી દશમ(૧૦) સુધી – આ મંદિરોમાં ભવ્ય = ઉત્સવ ઉજવાય છે. ત્યારે ભજન કિર્તન, રાસ – ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવે છે. નોમના દિવસે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં  લગભગ પચાસે હજાર જેટલા વાઘરી સમાજ અને અન્ય ભાવિકો ભાગ લ્યે છે. જેમાં રાજકિય – સામાજીક આગેવાનો, પ્રધાનો, સાંસદો, વિદ્યાપકો અને નિગમ મેમ્બરો વિગેરે હજરી આપે છે તેમજ સંપૂર્ણ સાથ સહકાર આપે છે.


                    ............ જય માતાજી............

કાલુધર ( કાળીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી....

 


 કાલુધર ( કાલીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી

હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી શહેર મા વસતા દેવીપુજક વાઘરી સમાજની વસ્તી આશરે 50 થી 70 હજાર જેટલી છે. જેમાં દેશી, ચુંવાળીયા, વઢીયારા અને અન્ય વાધરી જ્ઞાતિની પેટા જાતિનાનો સમાવેશ થાયછે.
         દિલ્હી શહેરમાં મુખ્યત્વે રાજેન્દ્રનગર, પશ્ચિમપુરી , પશ્ચિમ વિહાર , અવન્તિકા,જહાંગીરપુરી અને જે જે. કોલો ની, રઘુવીરનગરમાં ઝાલાવાડ અને ગુજરાત કઠીયાવાડ (સૌરાષ્ટ્ર) ના રહેવાસી એવા દેવીપૂજકોની વસ્તી રહે છે. જહાંગીરપુરીમાં વસવાટ કરતા દેવી પુજક સમાજે દિલ્હીના સમાજ ના સહયોગ સાથે શ્રી કાલુધાર માતાજી ના ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે..



         આ મંદિરનુ સંચાલન દિલ્લી ના દેવીપૂજક - વાઘરી નાત પંચાયત કરે છે. આ મંદિરની મૂળ સ્થાપના ૨૫ વર્ષ પોલા કરવામાં આવેલ છે. આ મંદિરમાં સાત દેરાની સ્થાપના કરવામાં આવેલા છે. આ સાત દેવસ્થાનમાં ૧ શ્રી કાલુપુર – મહાકાળી, માતાજી (૨) દિલ્હીની દેવી (૩) મેલડી માતા (4)ખોડવાર માતા (5)શિતળા માતા (6) ચારબાય માતા (૭) રખા દાદાની અલૌકીક મૂર્તિ બનાવેલ છે, જે દર્શનિય છે.